- Home
- Standard 12
- Biology
અપૂર્ણ પ્રભુતા કોને કહે છે ? શ્વાનપુષ્પ કે સ્નેપડ્રેગોનનાં ઉદાહરણ દ્વારા સમજાવો.
Solution

જ્યારે વટાણાવાળો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરાયો ત્યારે ખબર પડી કે ક્યારેક $F_1$ માં એવા સ્વરૂપો પ્રાપ્ત થાય છે કે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. (વચગાળાનાં લક્ષણો દર્શાવે છે.)
શ્વાન પુષ્પ અપૂર્ણ પ્રભુતાના નિયમને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ $(RR)$ને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ $(rr)$ વચ્ચે સંકરણ કરાવ્યું. પરિણામ સ્વરૂપ $F_1$ પેઢી ગુલાબી પુષ્યવાળી $(Rr)$ પ્રાપ્ત થઈ.
જ્યારે $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું તો પરિણામો
$RR\quad :\quad Rr \quad:\quad rr$
$1\quad\quad : \quad2 \quad:\quad 1$
(સફેદ) (ગુલાબી) (લાલ)
પ્રાપ્ત થયાં. અહીં જનીન પ્રકાર-પ્રમાણ મૅન્ડલના કોઈ પણ એકસંકરણ પ્રયોગ જેવું જ હતું પણ સ્વરૂપ પ્રકાર $3 : 1$ બદલાઈ ગયું.
આ ઉદાહરણમાં $R$ કારક $r$ કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી લાલ $(RR)$ અને સફેદ $(rr)$ દ્વારા ગુલાબી $(Rr)$ પ્રાપ્ત થયું.
આ રીતે કોઈ વૈકલ્પિક કારક તેના યુગ્મ કારક પર પ્રભાવી નથી, આને અપૂર્ણ પ્રભુતા કહી શકાય.